અમે બધા
આરાધના ભટ્ટ

આરાધના ભટ્ટ એટલે સૂર-સંવાદનો અવાજ, એના નિર્માતા અને એન્કર. સિડનીના ગુજરાતીઓને એ પોતીકું લાગતું નામ. ગાયિકા, લેખિકા, પત્રકાર, પ્રસારણકર્મી અને સક્રિય કાર્યકર આરાધનાને અંગ્રેજી – ગુજરાતીની બી.એ તેમજ એમ.એ માં સુવર્ણચંદ્રક એનાયત કરાયા હતા. ત્યાર બાદ તેમણે એમ.ફિલની પદવી પ્રાપ્ત કરી. સિડની આવી એમણે શિક્ષણનો અને ત્યાર બાદ પત્રકારત્વનો ડીપ્લોમા લીધો. આરાધના ગાંધર્વ મહાવિદ્યાલયની ભારતીય શાસ્ત્રીય ગાયનની ‘સંગીત અલંકાર’ (એમ. એ) ની પદવી ધરાવે છે. આરાધનાનાં ત્રણ પુસ્તકો ‘સુરીલા સંવાદ’, ‘સુરીલા સંવાદ-૨’, અને ‘પ્રવાસિની’ નવભારત સાહિત્ય મંદીર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયાં છે, અને તેમના લેખો નિયમિતપણે ભારતીય વિદ્યાભવન, મુંબઈના ગુજરાતી સામયિક ‘નવનીત સમર્પણ’માં પ્રસિદ્ધ થાય છે.