અમે બધા
ઝરમર પંડ્યા

ઝરમર પંડ્યા-જોશી ગુજરાત યુનીવર્સીટીની સંસ્કૃત સાહિત્યની એમ. એ ની પદવી ધરાવે છે. સિડનીમાં સ્થિર થયાં તે પૂર્વે અમદાવાદના દૂરદર્શન ટીવી ઉપર તેઓ ન્યુઝ-રીડર તરીકે કાર્યરત હતાં. આમ ઝરમર પ્રસાર-માધ્યમનો બહોળો અનુભવ લઈને આવ્યા છે અને એ રીતે સૂર-સંવાદ તેમના અનેક વિષયો ઉપરના વક્તવ્યો અને રૂપકોથી સમૃદ્ધ બને છે. ઝરમર ભરતનાટ્યમ શૈલીના નૃત્યાંગના અને કોરીઓગ્રાફર છે. તેમણે અમદાવાદમાં ‘નૃત્ય વિશારદ’ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે શાસ્ત્રીય અને ઉપશાસ્ત્રીય નૃત્યના અસંખ્ય કાર્યક્રમોમાં પોતાનું નૃત્ય રજૂ કર્યું છે અને હાલ શાસ્ત્રીય નૃત્યની તાલીમ પણ આપી રહ્યાં છે. સિડનીની ‘ઇક્ષમ ડાન્સ સ્કુલ’નાં તેઓ સ્થાપક અને સંચાલક છે. સૂર-સંવાદમાં ઝરમર વિવિધ વિષયો ઉપર વાર્તાલાપો અને ફીચર પ્રસ્તુત કરે છે.