અમે બધા
પાર્થ નાણાવટી

પાર્થ નાણાવટી ગુજરાતના વલ્લભ વિદ્યાનગરના રંગમંચ ઉપર કામ કરતાં, બોલીવુડ અને વિશ્વ-સિનેમા જોતા જોતા ઊછર્યા છે. તેમણે ભારતભરમાં અનેક નાટ્યપ્રયોગો રજૂ કર્યા. પાર્થે ટૂંકી ફિલ્મોનું નિર્દેશન અને નિર્માણ પણ કર્યું છે. ફિલ્મોનું વિશ્લેષણ અને તેની સમીક્ષા કરવાની તેમની દૃષ્ટિ ઉપર વિશ્વ-સિનેમાનો પ્રભાવ વર્તાય છે. સમીક્ષા માટે તેઓ ફિલ્મની કાળજીપૂર્વક પસંદગી કરે છે. વ્યવસાયે વૈજ્ઞાનિક પાર્થ નાણાવટી કાવ્યો, ટૂંકીવાર્તાઓ અને નવલકથા લખે છે. ‘તેર’ નામનું તેમનું ટૂંકી વાર્તાનું પુસ્તક ‘બુક્પાબ’ દ્વારા અને ‘રાજરમત’ લઘુનવલ ‘નવભારત સાહિત્ય મંદીર દ્વારા પ્રકાશિત થઇ છે. તેમની વાર્તા તથા લઘુનવલ ‘મમતા’ તેમજ ‘ચિત્રલેખા’ જેવાં અગ્રણી સામયિકોમાં પ્રગટ થાય છે. સૂર-સંવાદ ઉપર સમયાંતરે તેઓ વિશ્વ-સિનેમાની સમીક્ષા કરે છે.