અમે બધા
હાર્દિક વચ્છરાજાનિ

હાર્દિક વચ્છરાજાનિ સૂર-સંવાદમાં રજૂ થતી વિવિધ શ્રેણી તેમજ વાર્તાલાપો પ્રસ્તુત કરે છે. રાજકોટના સાહિત્ય-સંગીતપ્રેમી પરિવારમાં ઉછરેલા હાર્દિક, હાલ સિડનીમાં મેનેજમેન્ટના અધ્યાપક છે. તેઓ બાળપણથી લેખન અને અભિનયમાં રુચિ ધરાવે છે અને અનેક રાષ્ટ્રીય સ્તરનાં નાટકોમાં તેમણે અભિનય કર્યો છે. મુંબઈથી મેનેજમેન્ટની પી.એચ.ડીની પદવી મેળવી તેઓ ૨૦૦૨થી ભારત, યુરોપ, આફ્રિકામાં શિક્ષણ-અધ્યાપનકાર્યમાં સક્રિય રહ્યા છે.