અમે બધા
હેમલ જોશી

હેમલ જોશી સિડનીને મળેલી નવી યુવાન પ્રતિભા છે. ૨૦૦૫ થી સિડનીમાં સ્થિર થયેલા હેમલનો વ્યવસાય છે વિજ્ઞાનને લગતો પણ સંગીત, સાહિત્ય, અભિનયમાં તેઓ ઊંડી રુચિ ધરાવે છે. સિડનીનો ગુજરાતી અને ભારતીય સમુદાય એમના ગાયનથી અને અભિનયથી પરિચિત છે. મૂળ વેરાવળના હેમલ એક અચ્છા વક્તા છે અને સ્પષ્ટ શૈલીમાં દર અઠવાડિયે ‘સમાચાર સાપ્તાહિકી’ પ્રસ્તુત કરે છે.