
મુંબઈથી પ્રગટ થતા ‘કોકટેલ ઝિંદગી’ માસિક હમણાં જ પ્રકાશનનાં બે વર્ષ પૂરાં કરે છે. એ નિમિત્તે સામયિકના તંત્રી આશુ પટેલ સાથે અમે વાર્તાલાપ કર્યો. આશુ પટેલ એક વરિષ્ટ પત્રકાર અને અનુભવી તંત્રી ઉપરાંત એક સિદ્ધહસ્ત લેખક પણ છે. એમનાં ચાળીસથી વધુ પુસ્તકો પ્રસિદ્ધ થઇ ચૂક્યાં છે અને એમની એક અંગ્રેજી નવલકથા ઉપરથી હાલ એક ફિલ્મ પણ બની રહી છે. ‘કોકટેલ ઝિંદગી’ની બે વર્ષની યાત્રા વિષે એમણે ચર્ચા કરી છે.