
મૂળ નડિયાદના અને હવે સિડનીમાં આવીને સ્થાયી થયેલા અર્ચિત મહેતા એમ.બી.એને ડિગ્રી ધરાવે છે. વાણિજ્ય અને મેનેજમેન્ટની કારકિર્દી બાજુએ મૂકી એમણે પોતાને ગળથૂથીમાં મળેલા સંસ્કાર અને પોતાની રુચિને અનુસરી જ્યોતિષ-કર્મકાંડ અને સંસ્કૃતનો અભ્યાસ, ગુજરાતની સોમનાથ યુનિવર્સીટીમાં જઈને કર્યો અને હવે આ કાર્યક્ષેત્ર અપનાવ્યું છે. એમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ એમના કામ અને એની તાલિમ અંગે અનેક રસપ્રદ વિગતો રજૂ કરે છે.