
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત મુંબઈનિવાસી ચિત્રકાર અતુલ ડોડિયા ચિત્રકલાના અનેક માધ્યમોમાં કામ કરીને એમનાં સર્જનો દેશ-વિદેશની ખ્યાતનામ આર્ટ-ગેલેરીમાં પ્રસ્તુત કરે છે. મુંબઈની જે.જે સ્કુલ ઓફ આર્ટ્સમાં કળાનો અભ્યાસ કરીને ફ્રેંચ સરકારની શિષ્યવૃત્તિ મેળવી તેમણે યુરોપીય તેમજ ભારતીય કળાઓમાં ઊંડો અભ્યાસ કર્યો છે. તેઓ એક સાહિત્યમરમી પણ છે. તેમની સાથેનો આ વિસ્તૃત વાર્તાલાપ એમની કળાસાધના અને કળા માટેનો ઊંડો પ્રેમ દર્શાવે છે.