
અમેરિકાના પાલો આલ્ટો નિવાસી ડો બાબુ સુથાર ગુજરાતી ભાષાનું એક વીરલ વ્યક્તિત્વ છે. વીરલ એટલા માટે કે એમનામાં સાહિત્ય, ભાષાવિજ્ઞાન, અને પત્રકાર-સંપાદન, એમ ભાષાનાં અનેકવિધ પાસાંઓનો સંગમ છે અને એ દરેક પહેલુ ઉપર એમનું પ્રભુત્વ, એમને એક અગ્રણી ભાષાવિદનું સ્થાન આપે એવું છે. ૨૪મી ઓગસ્ટ એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ છે. એ નિમિત્તે એમની સાથે ભાષાવિજ્ઞાન અને ગુજરાતી ભાષા સંદર્ભે કરેલો સંવાદ