કલાયાદગાર સંવાદો
ડો. બાલકૃષ્ણ દોશી
સ્થાપત્ય ક્ષેત્રનું ઉચ્ચતમ સન્માન- ૨૦૧૮ના પ્રીત્ઝ્કર પુરસ્કારથી સન્માનિત ડો બાલકૃષ્ણ દોશી

સ્થાપત્ય ક્ષેત્રે વિશ્વકક્ષાએ નોબેલ પુરસ્કાર ગણાતો ૨૦૧૮નો પ્રીત્ઝ્કર પુરસ્કાર માર્ચ મહિનામાં અમદાવાદના જગવિખ્યાત સ્થપતિ ડો બાલકૃષ્ણ દોશીને એનાયત થયો. ડો. દોશી અમદાવાદની અનેક જાણીતી ઇમારતોના સ્થપતિ છે અને પર્યાવરણ તેમજ મનુષ્યજીવન સાથે સુસંગત એવી એમની સ્થાપત્ય શૈલી માટે ‘પીપલ્સ આર્કિટેક્ટ’નું બિરુદ પામ્યા છે. સ્થાપત્યના શિક્ષણના ફલક ઉપર મહત્વનું પ્રદાન કરનાર ૯૦ વર્ષીય ડો દોશીએ, એમને પુરસ્કાર જાહેર થયાના થોડા જ દિવસમાં અમારી સાથે કરેલો સંવાદ.