
૧૩ ફેબ્રુઆરી એટલે વિશ્વ રેડિયો દિવસ. બદલાતા સમય સાથે તાલ મેળવી શ્રોતાઓને સાંકળવામાં રેડિયોએ મહત્વની ભૂમિકા ભજવી છે અને એક સબળ માધ્યમ પુરવાર થયું છે. આ દિવસ નિમિત્તે એક વિદ્યાવંત પ્રસારણકર્મી- રેડિયો ઉદ્ઘોષક સાથે સંવાદ રજૂ કરીએ છીએ જેમની કલાભિમુખતા અને ઘેરો મખમલી અવાજ આકાશવાણીના શ્રોતાઓને ચાર દાયકા સુધી મંત્રમુગ્ધ કરતો રહ્યો. એમનું નામ છે શ્રી ભારત યાજ્ઞિક. સંવાદના પ્રથમ ખંડમાં રેડિયોની એમની કારકિર્દી વિષેનો વાર્તાલાપ પ્રસ્તુત છે.
ભરત યાજ્ઞિકના કલાજીવનની બીજી દિશા એમની નાટ્યપ્રવૃત્તિ છે. છેક બાળપણથી એમને રંગમંચનું વાતાવરણ મળ્યું અને કપૂર ખાનદાન સાથે સંકળાવાનું મળ્યું. તેઓ જેટલા સમર્પિત રેડિયોને રહ્યા એટલો જ સમર્પણભાવ નાટ્ય પ્રવૃત્તિ માટે પ્રત્યે રહ્યો. એમણે એ વિષયક પુસ્તકો આપ્યાં અને યુવા કલાકારોને તૈયાર કરવામાં મહત્વનું પ્રદાન કરીને ગુજરાતના સંસ્કારજગતને વિશિષ્ટ પ્રદાન કર્યું. મુલાકાતના બીજા ખંડમાં તેઓ પોતાની નાટ્યયાત્રા વિષે ચર્ચા કરે છે.
I worked from 1988 to 1995 at Akashvani Rajkot as Library Information assistant and worked with Bharatbhai ! Very nice and lovely couple with talents and knowledge! Very very interesting real stories he used to share occasionally!
આખી એક પેઢી આ દંપતિને સાંભળીને મોટી થઇ છે. Kabhi-કભી માટે શ્રોતાઓ આજીવન યાદ રાખશે
ભરત યાજ્ઞિક સાહેબ અને રેણુબેન યાજ્ઞિક નું નાટક રાંક નું રતન અને કભી કભી પ્રોગ્રામ જીવન માં ક્યારેય ભૂલી શકાય તેમ નથી.