વિદેશે વાનપ્રસ્થ
કેપ્ટન નરેન્દ્ર ફણસે

લંડનમાં વસતા કેપ્ટન નરેન્દ્ર ફણસેએ ભારતીય સૈન્યમાં લાઈન ઓફ કંટ્રોલ ઉપર ફરજ બજાવી અને પછી કમાન્ડરની પદવી પરથી નિવૃત્ત થયા બાદ યુ.કે દેશાંતર કર્યું. લંડનમાં તેમણે યુનિવર્સીટીમાં અભ્યાસ કરીને ડિપ્લોમા લીધો અને ત્યાં નવી કારકિર્દી શરુ કરી. તેઓ સાહિત્યપ્રેમી અને વાંચન પ્રેમી છે એટલું જ નહીં, એમના ત્રણ પૈકી એક પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એનાયત થયો. પ્રસ્તુત વાર્તાલાપમાં તેઓ એમના સૈન્યના દિવસોના સંભારણા તાજાં કરે છે અને એમની જીવનકથાનું વિવરણ કરે છે.