
કોરોનાવાયરસે સર્જેલા વિશ્વવ્યાપી લોક-ડાઉન દરમ્યાન ગુજરાતનાં નગરોની અને મુંબઈની ગતિવિધિનો તાગ મેળવવા મુંબઈ, ભાવનગર, અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર, વડોદરા, સુરત, વલસાડમાં વસતાં વિચારશીલ વ્યક્તિત્વો સાથે અમે વાતચીત કરી. ખેવના દેસાઈ, મેઘા જોશી, વંદના ભટ્ટ, બિનીત મોદી, જ્વલંત નાયક, બકુલા ઘાસવાલા, નેહલ ગઢવી એમનું કોરોના કાળનું અને ત્યાર પછીના વિશ્વનું દર્શન રજૂ કરે છે.