પર્યાવરણ અને પ્રકૃતિયાદગાર સંવાદોવિજ્ઞાનસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
દીપક ગઢિયા
સૌર ઉર્જાની ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વપ્રસિદ્ધ નામ

વડોદરા નજીક આવેલા નાનકડા ગામ ગોરજ ખાતે મુનિ દેવા આશ્રમના ટ્રસ્ટી અને સોલાર ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વપ્રસિધ્ધિ મેળવનાર શ્રી દીપક ગઢિયાએ ભારતના સૂર્યની ઉર્જાથી ચાલતાં અનેક મોટાં મોટાં રસોડાં સ્થાપ્યાં જે પૈકી શિરડી મંદિરનું, રોજ ૫૦,૦૦૦ વ્યક્તિઓ માટેની રસોઈ કરતું રસોડું તૈયાર કરવા માટે એમને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસો કરી અદ્યતન ટેકનોલોજી સાથે તાલમેલ સાધી ભારતનાં ગામડાંને સક્ષમ કરવાનું સ્વપ્ન સાકાર કરવા તેઓ સતત પ્રયત્નશીલ છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એમની સાથેનો આ વાર્તાલાપ એમના વ્યક્તિત્વનો અને કાર્યનો પરિચય કરાવશે. (ચિત્રમાં દીપકભાઈ એમણે તૈયાર કરેલ પ્રોજેક્ટની સોલાર પેનલ સાથે)