ફિલ્મ-ટીવીયાદગાર સંવાદોસમાજ/સક્રિયતા
દિનાઝ કલવચવાલા-અમિત ભાવસાર
'ચારણ-ત્વ: ધ એસેન્સ ઓફ બિઈંગ અ નોમેડ' - ૬૭મા રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી દસ્તાવેજી ચિત્ર

માર્ચ ૨૦૨૧માં ૬૭મા નેશનલ ફિલ્મ એવોર્ડની જાહેરાત થઇ, જેમાં ચારણ પ્રજાના જીવન, ચારણ સંસ્કૃતિ અને એમના પ્રશ્નો રજૂ કરતી આ દસ્તાવેજી ફિલ્મ ‘બેસ્ટ એથનોગ્રાફિક ડોક્યુમેન્ટરી ફિલ્મ’ તરીકે પસંદગી પામી. આ ગુજરાતી ભાષાની ફિલ્મના દિગ્દર્શક દંપતી મુંબઈમાં વસતાં દિનાઝ કલવચવાલા અને અમિત ભાવસાર સાથે આ ફિલ્મના નિર્માણ અને એ ફિલ્મ દ્વારા એ શું સિદ્ધ કરવા માંગે છે એ વિષે વાર્તાલાપ થયો, અને આ વાર્તાલાપ માત્ર ફિલ્મ વિષેનો વાર્તાલાપ ન બની રહેતાં મનુષ્યત્વ, અને સંસ્કૃતિના વિભાવન સુધી લઇ જાય છે.