આવકારકલાસમાજ-પરિવાર
દિનશા પાલખીવાલા
'નાટકમંડળી'ના સહ-સ્થાપક અને 'બ્લેક ઈઝ ઇકવલ' નાટયપ્રયોગના દિગ્દર્શક

તારીખ બીજી અને ત્રીજી જુલાઈના રોજ સિડનીની ‘નાટક મંડળી’ ‘બ્લેક ઈઝ ઇકવલ’ નામનો ભારતીય વિષયવસ્તુ વાળો અંગ્રેજી નાટક પ્રસ્તુત કરશે. આ નાટકના ૨૦૦ વધુ સફળ પ્રયોગો ભારતમાં થઇ ચૂક્યા છે. સિડનીની નાટક મંડળીના પ્રણેતા અને નાટકના દિગ્દર્શક દિનશા પાલખીવાલા સિડની આવ્યા તે પહેલાં મુંબઈની નાટ્યસંસ્થાઓ અને પારસી રંગભૂમિમાં પ્રવૃત્ત હતા. એમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ આવી રહેલા નાટ્યપ્રયોગો વિશે માહિતી આપે છે.