આરોગ્યઆવકારવિજ્ઞાનસમાજ-પરિવારહેમલ જોશી
ડો ભરત ભટ્ટ: સિડનીના અનુભવી તબીબ
રાષ્ટ્રીય ડાયાબિટીસ સપ્તાહ નિમિત્તે હેમલ જોશી સાથે સંવાદ

૧૧-૧૭ જુલાઈ એટલે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય ડાયાબિટીસ સપ્તાહ. દૂનિયામાં આ રોગથી પીડાતા લોકોની સંખ્યા વધી રહી છે અને ખાસ તો ભારતીય મૂળના લોકોમાં મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનું પ્રમાણ અન્ય દેશોની સરખામણીએ ઘણું મોટું છે. આ હકીકતોને ધ્યાનમાં લેતાં આ વાર્તાલાપ ડાયાબિટીસના નિદાનથી લઇ એની સારવાર તેમજ એનાથી લાંબે ગાળે થતાં કોમ્પ્લિકેશન વિષયક અને ડાયાબિટીસ થાય તે પહેલાં એને નિવારવાના પગલાં વિષે વિસ્તૃત માહિતી આપે છે.