આરોગ્યયાદગાર સંવાદો
ડો ભરત પંખાનિયા
ચેપી રોગોના વિશ્વવિખ્યાત નિષ્ણાત- બ્રિટનમાં અને વિશ્વભરમાં થયેલા કોવિડ19ના સંક્રમણની સમાલોચના

બ્રિટનના નિષ્ણાત તબીબ તેમજ બ્રિટનની સરકારની અનેક જાહેર આરોગ્યલક્ષી સલાહકાર સમિતિઓમાં મહત્વની ભૂમિકામાં કાર્યરત ડો ભરત પંખાનિયાના કોવિડ-19 સંક્રમણ વિષયક વિચારો વિશ્વસ્તરે આધારભૂત ગણાય છે. યુનિવર્સીટી ઓફ એક્સેટરમાં વરિષ્ટ અધ્યાપક અને શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત ડો પંખાનિયા એપિડેમિયોલોજિસ્ટ છે અને વિશ્વનાં અનેક પ્રતિષ્ઠિત માધ્યમોએ આ રોગ સંબંધે એમની સાથ મુલાકાતો યોજી છે. આ વાર્તાલાપમાં તેઓ બ્રિટનમાં આ મહામારીની પરિસ્થિતિ વિષે અને આ વાયરસની વિશેષતાઓ વિષે માહિતી આપે છે.