
સિડનીમાં કોવિડ સંક્રમણના વધતા આંકડાથી અહીની સૌથી મોટી હોસ્પિટલો પૈકીની અગ્રિમ વેસ્ટમિડ હોસ્પિટલ પણ અત્યારે કટોકટીની સ્થિતિમાં છે. ગત અઠવાડીયાના અહેવાલો પ્રમાણે ત્યાંથી એમ્બ્યુલન્સને પછી વાળવામાં આવી રહી હતી, કારણકે ત્યાં જગ્યા નહોતી. છેલ્લા બે દાયકાથી ઇન્ટેન્સીવ કેર સ્પેશીયાલીસ્ટ તરીકે કાર્યરાત ડો હેમલ વછરાજાની છેલ્લાં દોઢ વર્ષથી આ હોસ્પીટલમાં કોવિડ સંક્રમિત દર્દીઓને ઇન્ટેન્સીવ કેરમાં સારવાર આપી રહ્યાં છે. એમની સાથેનો આ વાર્તાલાપ હોસ્પિટલની સ્થિતિનો ચિતાર આપે છે. (photograph source: The Pulse)