
ભારતમાં કોવિડ-૧૯ ના કેસ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, દેશવ્યાપી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે વિશ્વભરમાં વસતા ભારતીય મૂળના લોકો દેશ માટે ચિંતિત છે. એવા સમયમાં ભારતના જાહેર આરોગ્ય નિષ્ણાત, ગાંધીનગરની ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ’ના એસોસિયેટ પ્રોફેસર ડો મયૂર ત્રિવેદી સાથે ગત રવિવારે પ્રસારિત આ વાર્તાલાપ કેટલાક મહત્વના મુદ્દાઓ રજૂ કરે છે