ભાષા-સાહિત્યયાદગાર સંવાદો
ડો શરીફા વીજળીવાળા
રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડથી સન્માનિત અગ્રણી સાહિત્યકાર સાથે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વાર્તાલાપ

સાંપ્રત ગુજરાતી સાહિત્યક્ષેત્રે ડો શરીફા વીજળીવાળાનું નામ અને કામ ગણનાપાત્ર છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ અને 2018ના સાહિત્ય અકાદમીના રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત શરીફાબહેન પ્રસ્તુત વાર્તાલાપમાં ભાષાની જાળવણી ઉપરાંત પોતાનાં પુસ્તકો, ભાષા શિક્ષણ, અને ધર્માંધતા બાબતે એમની પીડા વિશે ખુલ્લા દીલથી વાત કરે છે.