પર્વો અને પ્રસંગોભાષા-સાહિત્યયાદગાર સંવાદો
ડો વિજય પંડ્યા
વાલ્મિકી રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ

ભારતભરમાં સંસ્કૃતના અભ્યાસી અને પંડિત તરીકે આદર પામેલા અમદાવાદના ડો વિજય પંડ્યાએ ૧૬ વર્ષની જહેમતના અંતે વાલ્મિકી રામાયણની સમીક્ષિત આવૃત્તિનો ગુજરાતીમાં અનુવાદ કરવાનું ભગિરથ કાર્ય સંપન્ન કર્યું. આ ઐતિહાસિક કાર્ય મહત્વનું છે કારણકે ભારતીય ભાષામાં રામાયણની આ આવૃત્તિનો આ સૌપ્રથમ અનુવાદ છે. ડો વિજય પંડ્યા આ વાર્તાલાપમાં પોતાના ૧૬ વર્ષના ‘રામાયણ-વાસ’ દરમ્યાનના અનુભવો અને અનુવાદની પ્રક્રિયા તેમજ વાલ્મિકી રામાયણની એક સાહિત્યિક કૃતિ તરીકે સમીક્ષા કરે છે.