
દેવભાષા કહેવાતી સંસ્કૃત ભાષાને લોકભાષા તરીકેનો દરજ્જો આપવા અને એનો બોલચાલમાં ઉપયોગ થાય એવા હેતુથી ગુજરાતના વિદ્વાન ડો હર્ષદેવ માધવ કાર્યશીલ છે, બલ્કે એ એમના જીવનનું ધ્યેય હોય એટલી નિષ્ઠાથી તેઓ સંસ્કૃત ભાષામાં છેલ્લા ચાર દાયકાથી લેખન-સર્જન કરતા રહ્યા છે. અમદાવાદની એચ.કે આર્ટસ કોલેજના સંસ્કૃતના અધ્યાપક અને વિભાગીય અધ્યક્ષપદેથી નિવૃત્ત થયેલા બહુભાષી સર્જક ડો હર્ષદેવ માધવે આપણને દોઢસોથી વધુ પુસ્તકો આપ્યાં છે અને અનેક સન્માનો એમને પ્રાપ્ત થઇ ચૂક્યાં છે. એમની સાથેનો આ સંવાદ એમની સર્જનાત્મક પ્રવૃત્તિ અને ભાષા પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરે છે.