
૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭માં ગઢ ગિરનારના સાન્નિધ્યમાં જન્મેલા આપણા મોખરાના શાયર અને સારસ્વત જવાહર બક્ષી સાથેના અંતરંગ સંવાદનો પૂર્વાર્ધ એમના જીવનના વિવિધ પડાવો, એમની સર્જનાત્મક પ્રવૃત્તિ અને એમનું જીવનદર્શન પ્રગટ કરે છે.
વાર્તાલાપના બીજા પડાવે, જવાહર બક્ષીના સાહિત્યિક પ્રદાનના બીજા પાસા વિષે ચર્ચા થઇ. ‘નરસિંહ મહેતાની કવિતામાં અધ્યાત્મ’ વિષય પર સંશોધન કરી એમણે પીએચડીની પદવી મેળવી અને એમનો એ શોધનિબંધ ગુજરાતી સાહિત્યનું એક અનુપમ પુસ્તક બન્યું છે. એમના અધ્યાત્મદર્શન અને નરસિંહ મહેતાની રચનાઓ વિષે એમની સાથે થયેલી ચર્ચા….