વિદેશે વાનપ્રસ્થ
કાંતિ જીણા

ફિજીમાં જન્મેલા અને છેલ્લાં પાંત્રીસ વર્ષથી ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં વસતા કાંતિ જીણા તેમના વ્યવસાયકાળ દરમ્યાન ફિજીના રાષ્ટ્રીય કક્ષાના ચીફ ગ્રંથપાલ રહ્યા અને કેનબેરા આવીને પણ તેઓ એ જ ક્ષેત્રમાં સક્રિય રહ્યા. વ્યવસાય કરતાં કરતાં અને ત્યારે પછી નિવૃત્તિમાં પણ તેઓ અનેક સ્વયંસેવી સંસ્થાઓમાં કાર્યરત છે અને સિનિયર સીટીઝન અને વયસ્કો માટેની અનેક સરકારી તેમજ બિનસરકારી સેવાઓમાં મહત્વના હોદ્દાઓ સંભાળે છે.