વિદેશે વાનપ્રસ્થસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
કાંતિ નાગડા

૧૯૭૨થી યુનાઇટેડ કિંગડમના નિવાસી શ્રી કાંતિ નાગડા એમના વ્યવસાયકાળમાં અને ત્યાર પછી નિવૃત્તિમાં સતત સમાજકલ્યાણની પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા છે. લંડનના હેરો વિસ્તારમાં એમણે સ્થાપેલી સંસ્થા ‘સંગત’ માત્ર ભારતીય વસાહતીઓને જ નહીં પણ અન્ય દેશોમાંથી ત્યાં જઈને વસેલા લોકોને અનેક પ્રકારની સહાય કરતી રજીસ્ટર્ડ ચેરિટી છે. એમના કામ માટે કાંતિભાઈને અનેક પ્રતિષ્ઠિત સન્માનો પણ એનાયત થયાં છે.