કલાપર્યાવરણ અને પ્રકૃતિપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણફોટોગ્રાફીયાદગાર સંવાદો
કૌશિક ઘેલાણી
વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર

પોતાને ‘આરણ્યક’ તરીકે ઓળખાવતા સુરત નિવાસી કૌશિક ઘેલાણીએ તસ્વીરકળા માટેની એમની પ્રીતિને એક સરસ વ્યવસાયનું સ્વરૂપ આપ્યું છે. તેઓ અખબારી કોલમો પણ લખે છે અને હવે પુસ્તક લેખન તરફ વળ્યા છે. તેઓ જંગલમાં ખૂબ સમય વીતાવે છે તેથી જંગલની જીવસૃષ્ટિ સાથે અદભુત તાદાત્મ્ય અનુભવે છે. જંગલમાં સમય વીતાવવાથી એમને મળેલી જીવનદૃષ્ટિ વિશે તેમજ ફોટોગ્રાફીની કળા વિશે એમની સાથેનો આ સહજ સંવાદ….