
ચોવીસ વર્ષીય કવન અંતાણીએ કોલેજકાળમાં જોયેલું સ્વપન એમણે ખૂબ નાની વયે સાકાર કર્યું. અંગ્રેજીમાં કહેવાય છે કે ‘થિન્ક આઉટસાઇડ ધ બોક્સ’ અર્થાત કઈંક અસામન્ય અથવા નવી દિશામાં વિચારવું। આવું જ કવને કર્યું અને છ વર્ષ પહેલાં શરુ થયેલી તેમની કંપની આજે ખાસ્સી આર્થિક સફળતા સિદ્ધ કરી રહી છે અને ભારતભરના સર્જનશીલ વ્યાવસાયિકોને એક પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે. આ વાર્તાલાપમાં કવન પોતાના માનસ -સંતાન વિશે સહજપણે વાતચીત કરે છે.