
‘શબ્દસર’ એ પ્રમાણમાં એક નવું ગુજરાતી માસિક છે, જે અમદાવાદથી પ્રગટ થાય છે. છેલ્લાં પંદરેક વર્ષથી એનું પ્રકાશન થઇ રહ્યું છે અને બે-એક વર્ષ ઉપર એ નવા રૂપે-રંગે, નવી સંપાદકીય ટીમ સાથે નવોન્મેષ પામ્યું. ‘શબ્દસર’ના તંત્રી ડો કિશોરસિંહ સોલંકી એક પ્રસિદ્ધ લેખક છે, ઉપરાંત કોલેજના આચાર્ય છે અને સમાજજીવન તથા રાજકારણમાં પણ સક્રિય રહ્યા છે.