
30મી એપ્રિલે નારીવાદી નવલકથા ‘સાત પગલાં આકાશમાં’થી પ્રખ્યાત થયેલાં ગુજરાતી સાહિત્યના શિરમોર અને અધ્યાત્મમાર્ગી કુન્દનિકા કાપડિયાએ 94 વર્ષની વયે ચિરવિદાય લીધી. એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે ગુજરાતી સાહિત્ય સાથે અને કુન્દનિકાબહેન સાથે સંકળાયેલાં બે વ્યક્તિત્વો- અગ્રિમ લેખિકા ડો હિમાંશી શેલત અને નવનીત-સમર્પણના સંપાદક શ્રી દીપક દોશી. આ વિશેષ પ્રસ્તુતિમાં કુન્દનિક કાપડિયાને સ્મરણાંજલિ આપતાં એમની સાથે 2012માં પ્રસારિત વાર્તાલાપનો એક અંશ પણ અમે રજૂ કરીએ છીએ.પ્રાર્થના પઠન: અંકિત ત્રિવેદી (પરમ સમીપે)
ગીત: ‘સાત પગલાં આકાશમાં’ કવિ:અનિલ જોશી, સ્વર: હેમા દસાઈ, સંગીત: આશિત દેસાઈ