વિદેશે વાનપ્રસ્થ
લીના દેસાઈ

સિડની નિવાસી લીના દેસાઈ મુંબઈમાં શિક્ષણના વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈને સિડનીમાં વસતાં એમનાં સંતાનો સાથે જીવન વિતાવવા અહીં સ્થાયી થયાં છે. એમનો શિક્ષકજીવ એમને ઓસ્ટ્રેલિયામાં એમના નિવૃત્ત જીવનમાં પણ પ્રવૃત્ત રાખે છે, અને ગાંધી પીસ સેન્ટર, સિડની સંચાલિત ગુજરાતી શિક્ષણ માટેના વર્ગોમાં તેઓ સેવા આપે છે. એમની સાથેના આ વાર્તાલાપમાં એમણે દેશાંતર અને નવી સંસ્કૃતિમાં વસીને નિવૃત્ત જીવન વીતાવવા વિષે એમના વિચારો વ્યક્ત કર્યા છે.