
૨૧ વર્ષીય માના પટેલ ઓલિમ્પિક તરણ સ્પર્ધાના ઇતિહાસમાં સ્પર્ધા માટે પસંદગી પામેલાં સાતમાં ભારતીય મહિલા છે. આ વાર્તાલાપમાં, મૂળ અમદાવાદનાં માના, પોતાની તરણ કારકિર્દીના સંઘર્ષો અને સિદ્ધિઓની નિખાલસ ભાવે ચર્ચા કરે છે અને ભારતમાં ખેલાડીઓ માટે ઉપલબ્ધ તકો અને સંસાધનો વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.