પર્યાવરણ અને પ્રકૃતિભાષા-સાહિત્યયાદગાર સંવાદોશિક્ષણ
મણિલાલ હ. પટેલ
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર સન્માનિત ખ્યાતિપ્રાપ્ત સર્જક

વિદ્યાનગર સ્થિત નિવૃત્ત અધ્યાપક અને ગુજરાતી ભાષાનાં અનેક સાહિત્ય સ્વરૂપોમાં વિપુલ પ્રદાન કરનાર મણિલાલ પટેલને ૨૦૧૯ના સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા. કવિતા, વાર્તા, નિબંધ, નવલકથા, વિવેચન, ચરિત્રલેખન, પ્રવાસ, વિવેચન, સંપાદન જેવા લગભગ તમામ લેખનપ્રકારોમાં એમણે સર્જન કર્યું છે અને એ ઉપરાંત તેઓ અસંખ્ય પ્રવચનો, પરિસંવાદો, કાર્યશિબિરો દ્વારા આપણા સાહિત્યને સમૃદ્ધ કરતા આવ્યા છે. એમની સર્જનયાત્રા, જીવનયાત્રા અને શિક્ષણયાત્રા વિશે એમની સાથે કરેલો આ દીર્ઘ સંવાદ એમનો અંતરંગ પરિચય કરવાનાર બની રહેશે.