
દેશાંતર કરનાર પહેલી પેઢી માટે પત્રકારત્વની કારકિર્દીમાં પ્રવેશ મેળવવો પડકારરૂપ હોય છે, અને તેથી કદાચ સામાન્ય પ્રવાહનાં પ્રસાર-માધ્યમોમાં માઈગ્રંટ સમુદાયની બહુ ઓછી વ્યક્તિઓ કાર્યરત હશે. મેલબર્નમાં વસતાં મોસિકી આચાર્યએ લંડનથી પત્રકારત્વનો અનુસ્નાતક અભ્યાસ કર્યો અને ત્યાર પછી ભારતનાં અગ્રણી માધ્યમોમાં કામ કર્યાં બાદ, હાલ ‘એસ.બી.એસ’ નાં ડિજીટલ કન્ટેન્ટ પ્રોડ્યુસર તરીકે કાર્યરત છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમના વ્યવસાયની સમજણ આપે છે.