ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
નિરંજનાબેન કલાર્થી
નારીશક્તિ એવોર્ડથી સન્માનિત ગુજરાતનાં નારીરત્ન

સરદાર વલ્લભભાઇ પટેલ સ્થાપિત બારડોલી સ્વરાજ આશ્રમનાં મુખ્ય સંચાલક અને આશ્રમના મહિલા શિક્ષણ તેમજ અન્ય રચનાત્મક કાર્યો દ્વારા સમાજ ઉત્થાન માટે કાર્યરત ૮૩ વર્ષીય નિરંજનાબેન કલાર્થીને વર્ષ ૨૦૨૨ ના વિશ્વ મહિલા દિન નિમિત્તે ભારતના રાષ્ટ્રપતિએ ‘નારીશક્તિ સન્માન’ એનાયત કર્યું. એ પ્રસંગે કરેલો આ સંવાદ નિરંજનાબેનનું કર્તૃત્વ અને વ્યક્તિત્વ છતું કરી આપે છે અને વાર્તાલાપ દરમ્યાન ‘સરદાર સાહેબ’ સાથેનાં એમનાં અંગત સ્મરણોનો અખૂટ ખજાનો તેઓ ખોલે છે…