
છેલ્લાં દસેક વર્ષથી સિડનીનાં નીતા તન્ના ‘ઇવેન્ટ મેનેજમેન્ટ’ના વ્યવસાયમાં રત છે અને એક સફળ બિઝનેસ-વુમન બનીને તેમના ધંધાનો વિસ્તાર અને વિકાસ કરી રહ્યાં છે. પોતાની સહજ સૂઝ અને ધંધાકીય કુનેહથી તેમણે કઈ રીતે આ સફળતા મેળવી તે વિષે અને તેમની કારકિર્દી વિષે તેમનો વાર્તાલાપ.