કલાયાદગાર સંવાદોવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ/સક્રિયતા
પબીબેન રબારી
કચ્છની પરંપરાગત કળાને જીવંત રાખવાનું અભિયાન

કચ્છનાં પબીબેન રબારીએ પોતાના સાહસ અને અંતરસૂઝથી પરંપરાગત ભરતકામ અને હસ્તકલાના ઉદ્યોગમાં કાર્યરત મહિલાઓને આત્મનિર્ભર કરવા અને એમને એમના કામનું યોગ્ય વેતન મળી રહે એ હેતુથી ડિજિટલ મીડિયાનો ઉપયોગ કરીને પોતાની વેબસાઈટ પાબીબેન ડોટ કોમ શરુ કરી છે. આ પ્રકારનું સાહસ કરનાર તેઓ એ પ્રદેશનાં પ્રથમ મહિલા છે. ડિજિટલ મીડિયાનો ઉપયોગ ગ્રામીણ ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષની આવકની સમાનતા સાધવા માટે કરવા બદલ આ વર્ષની શરૂઆતમાં એમને દિલ્હી ખાતે ‘પ્રેરણા એવોર્ડ’થી સન્માનિત કરાયાં. પ્રસ્તુત વાર્તાલાપમાં એમણે પોતાના સંઘર્ષોની કથની કહી છે અને રબારી પરંપરાની વાત કરી છે.