
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના દિગ્ગજ ગાયક પંડિત જસરાજના દેહાવસાનથી સંગીતના એક યુગનો અંત આવ્યો. ત્રણે પદ્મ સન્માનોથી વિભૂષિત પંડિત જસરાજના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે મુંબઈમાં ગુરુવારે ૨૦મી ઓગસ્ટના દિવસે કરવામાં આવ્યા.૧૯૬૯થી પંદર વર્ષ પંડિતજી પાસે ગુરુ-શિષ્ય પરંપરા અનુસાર સંગીતની તાલિમ લેનાર શ્રી પરેશ નાયક એમના સંગીત-ગુરુની સ્મૃતિઓ તાજી કરતાં એમને ભાવપૂર્ણ અંજલિ અર્પણ કરે છે.