
અમદાવાદના પ્રતિષ્ઠિત કલાકાર પરિવારમાં જન્મેલાં પેલવા નાયક સ્વની ખોજમાં રત એવાં શાસ્ત્રીય ધ્રુપદ ગાયિકા છે. તેમણે ધ્રુપદગાયનના મોભ સમા ઉસ્તાદ ફરીદુદ્દીન ડાગર સાહેબ પાસે તાલિમ લીધી અને હવે બેન્ગ્લુરુ તેમજ અમદાવાદમાં ધ્રુપદ ગાયનની તાલીમ આપે છે. . છેલ્લાં પંદરેક વર્ષમાં પેરીસ, લંડન, મોરોક્કો, સહિત વિદેશોમાં અને ભારતમાં તેઓ અનેક કાર્યક્રમો રજૂ કરી ચૂક્યાં છે. એમની સાથેનો બે ખંડમાં કરેલો આ સંવાદ પ્રસિદ્ધિ અને ધંધાદારી વૃત્તિથી દૂર, કલાસાધના દ્વારા સ્વ સુધી પહોંચવાની યાત્રા કરી રહેલા એક સંવેદનશીલ, નિષ્ઠાવાન માનવતાવાદી વિશ્વનાગરિકનો પરિચય કરાવશે. (Photo source: Laurent Vedrine for Collectif Echo, through Facebook)
સંવાદ, ભાગ-૧
સંવાદ, ભાગ -૨