
આમદાવાદના પત્રકાર પ્રશાંત દયાળની પત્રકારત્વની લાંબી સફર ખરબચડે રસ્તે ચાલી છે. એમની યાત્રાના અનેક પડાવે એમણે સંઘર્ષોનો સામનો કરવાનો આવ્યો અને એમાંથી એમને એમના કાર્યક્ષેત્રનાં અને જીવનનાં અમૂલ્ય સત્યો મળ્યાં એનાં દર્શન એમની નિખાલસ અને પ્રમાણિક વાતચીતમાં થાય છે.