
ભારતમાં કાર્યરત સ્વયંસેવી સંસ્થા ‘પ્રથમ’ ૨૫ વર્ષ પૂરાં કરી ચૂકી છે. જરૂરતમંદ બાળકો અને યુવક-યુવતીઓને શિક્ષણની તકો પૂરી પાડવાનું મહત્વનું કાર્ય કરતી સંસ્થાની શાખા સિડનીમાં પણ છે. ‘પ્રથમ’ ઓસ્ટ્રેલિયાનાં કાર્યકર અને પ્રવક્તા શ્રીમતી પૂર્ણિમા ભટ્ટ સિડની શાખાના કાર્યક્ષેત્ર વિષે માહિતી આપી રહ્યાં છે.