પર્વો અને પ્રસંગોભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
ડો રક્ષાબહેન દવે
વિશ્વ માતૃભાષા દિવસ- ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૨

૨૧મી ફેબ્રુઆરી, ૨૦૨૨ ના વિશ્વ માતૃભાષા નિમિત્તે કરેલો આ સંવાદ એક એવું વ્યક્તિત્વ છતું કરે છે જે ૭૫ વર્ષની વય વટાવી હોવા છતાં યુવાનોને શરમાવે એવી ઉર્જાથી માતૃભાષા સંવર્ધન અને મૂલ્યશિક્ષણ માટે સક્રિય છે અને જેઓ પોતાનાં સેંકડો વક્તવ્યો, બાળવાર્તાઓ, બાળગીતો, અભિનય અને હસ્લતકલાને લગતાં વક્તવ્યો બહુજનહિતાય યુટ્યૂબ ઉપર ઉપલબ્ધ કરાવે છે. ભાષાશુદ્ધિ બાબતે એમની ચીવટ અદ્વિતીય અને અનુકરણીય છે.