વિદેશે વાનપ્રસ્થ
રામ ગઢવી

છેલ્લા પાંચ દાયકાથી અમેરિકામાં વસતા રામ ગઢવી, ગુજરાતી સંસ્કાર જગતનું અમેરિકા ખાતેનું સરનામું છે. ગુજરાતી લિટરરી એકેડેમિ ઓફ નોર્થ અમેરિકાના સ્થાપક અને દાયકાઓથી એના પ્રમુખ રામભાઈ હવે ન્યુજર્સીમાં વ્યવસાયમાંથી નિવૃત્ત જીવન વીતાવી રહ્યા છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમના સાહિત્યપ્રેમ ઉપરાંત એમનું જીવનદર્શન પ્રગટ કરે છે.