
ન્યુયોર્ક નિવાસી સલિલ ત્રિપાઠી માનવ અધિકારના અભ્યાસી અને લેખક-પત્રકારની ભૂમિકામાં વિશ્વની અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓ, સામયિકો અને શિક્ષણ સાથે સંકળાયેલા છે. હાલ ન્યુ યોર્ક યુનિવર્સીટીમાં તેઓ માનદ પદવી ઉપર છે અને લેખનમાં વ્યસ્ત છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ, વોલ સ્ટ્રીટ જર્નલ, ઇન્ડિયા ટુડે જેવી સંસ્થા અને પ્રકાશનોમાં તેમણે કામ કર્યું છે અને હાલ પેન ઇન્ટરનેશનલ તેમજ ગ્લોબલ ઇશ્યુઝ એટ ઇન્સ્ટીટયુટ ઓફ હ્યુમન રાઈટ્સ એન્ડ બિઝ્નેસના વરિષ્ટ સલાહકાર છે. મહામારીના સમયમાં જુદાજુદા દેશોની સરકારો દ્વારા પ્રજા ઉપર લાદવામાં આવતાં નિયંત્રણો તેમજ અન્ય માનવ અધિકારના મુદ્દે એમની સાથે કરેલી આ સહજ વાતચીત શ્રોતાઓને હાલની વૈશ્વિક પરિસ્થિતિને સમજવામાં મદદ કરશે.
Simple and smooth conversation.
Kudos to both of you.
Thank you !