ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસંગીત-નૃત્યસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
સરૂપ ધ્રુવ
નવરાત્રિ: નારી ચેતનાના ગરબા

અમદાવાદ સ્થિત લેખિકા-કવયિત્રી અને કર્મશીલ ડો સરૂપ ધ્રુવ, સંસ્કૃતિક પરિવર્તનને વરેલી સંસ્થા ‘દર્શન’નાં પ્રણેતા અને સંચાલક છે. એમણે લખેલાં કાવ્યો, ગરબા, શેરી-નાટક વગેરે નારીચેતના, દલિત ઉત્થાન, ધાર્મિક કટ્ટરતા જેવા સમાજના સળગતા પ્રશ્નો રજૂ કરે છે. ‘સળગતી હવાઓ’ એમના ક્રાંતિકારી મિજાજને વ્યક્ત કરતાં કાવ્યોનો સંગ્રહ છે. આ વાર્તાલાપમાં એમણે પોતાના નારીવાદી ગરબા અને સાંપ્રત સમાજમાં નારીના શોષણ અંગે ચર્ચા કરી નવરાત્રિની સાચી ઉજવણી વિશેનું એમનું દર્શન રજૂ કર્યું છે. વાર્તાલાપની સાથે વડોદરાના ‘સહિયર સ્ત્રી સંગઠન’ની બહાનેઓ દ્વારા પ્રસ્તુત એમનો સંગીતબદ્ધ ગરબો પણ અહીં મૂક્યો છે. (તસ્વીર: અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરરી ફેસ્ટિવલ)