
ભારતના શિક્ષક દિન અને ઓસ્ટ્રેલિયાના ફાધર્સ ડેનો સુયોગ એક જ વિકેન્ડમાં (૫-૬ સપ્ટેમ્બર) સર્જાયો. એ નિમિત્તે ગત માસે ટૂંકી માંદગી બાદ આપણી વચ્ચેથી વિદાય થનાર, સિડનીમાં પાંચ દાયકાથી સ્થિર થયેલા ગણિતજ્ઞ અને એક અદના માનવી, સુરેશભાઈ પટેલને, એમના પૂર્વ-વિદ્યાર્થિની પૂર્વી દેસાઈ અને સુરેશભાઈના નીકટના મિત્ર અને સાથીઓ પૈકી એક શ્રી પ્રતાપ અમીન ભાવાંજલિ અર્પણ કરે છે. સુરેશભાઈ પટેલે એચએસસીના ઉચ્ચસ્તરીય ગણિતનાં પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા જેને કારણે તેઓ ઓસ્ટ્રેલિયામાં ખ્યાતિ પામ્યા હતા.