
સુરતમાં વસતાં ડો સોનલ રોચાણી ‘શક્તિ ફાઉન્ડેશન’નાં સ્થાપક છે. ગ્રામવિકાસ, મહિલા સશક્તિકરણ તેમજ આરોગ્યલક્ષી જાગૃતિના અનેકવિધ કર્યો કરતી એમની સંસ્થા કોરોના કટોકટી દરમ્યાન ભારતના બેરોજગાર બનેલા શ્રમિકોને સહાય કરવાનું કાર્ય કરી રહી છે. રાશન-કિટ પૂરાં પાડવાથી માંડીને શ્રમિકોને રોજગાર મળે એવી તકો ઉભી કરવામાં હાલ ડો સોનલ રોચાણી વ્યસ્ત છે. એમની સાથેનો આ હૃદયસ્પર્શી વાર્તાલાપ એમનામાં રહેલો જુસ્સો, એમની નિસ્બત અને એમના કર્યો પ્રત્યે એમનો સંવેદનાસભર અભિગમ વ્યક્ત કરે છે.