વિદેશે વાનપ્રસ્થ
વલ્લભ નાંઢા

પાંચ દાયકાથી યુ.કેમાં વસતા વાર્તાકાર વલ્લભ નાંઢા, ત્રણ દેશોમાં એમના જીવનની આઠ દાયકાની યાત્રામાં આવેલા ચડાવ-ઉતાર અને એમની લેખનયાત્રા વિષે આ વાર્તાલાપમાં નિખલાસપણે વાત કરે છે. દેશાંતરની ભૂમિકા, લેખનના મંડાણ, પાંચ દાયકા પહેલાંનું વિલાયત અને આજનું ભારત- એવા વિવિધ મુદ્દાઓને આવરી લેતો આ સંવાદ વલ્લભભાઈની સરળતા, એમનો વતનપ્રેમ, માતૃ ભાષાપ્રેમ તેમજ પોતે અપનાવેલા દેશ પ્રત્યેની એમની વફાદારી વ્યક્ત કરે છે.