યાદગાર સંવાદોસમાજ/સક્રિયતા
પ્રોફેસર વિભૂતિ પટેલ

મુંબઈના પ્રતિષ્ઠિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સ્ટડીઝના એડવાન્સ્ડ સેન્ટર ફોર વિમેન્સ સ્ટડીઝમાં કાર્યરત પ્રોફેસર વિભૂતિ પટેલ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે સક્રિય છે. અનેક પ્રવચનો તેમજ સંશોધન પેપર્સ પ્રસ્તુત કરનાર વિભૂતિબહેન, પુસ્તકોના સંપાદન-લેખન તથા સામયિકોના સંપાદક મંડળ સાથે પણ સંકળાયેલાં છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એમની સાથે કરેલા આ વાર્તાલાપમાં એમણે છેલ્લા ચાર દાયકાઓમાં થયેલા સામાજિક પરિવર્તનો વિશે વાતચીત કરી છે.