વિદેશે વાનપ્રસ્થ
વિપુલ કલ્યાણી

૮મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે એક એવા વાનપ્રસ્થી ગુજરાતીની મુલાકાતનું પ્રસારણ કર્યું જે છેલ્લા ચાર દાયકાથી લંડનમાં નિવાસ કરે છે અને ત્યાંની ગુજરાતી સાહિત્ય અકાદમીના સ્થાપક અને પ્રમુખ હોવા ઉપરાંત ‘ઓપિનિયન’ ઓનલાઈન વિચારપત્રનું તંત્રીપદ સંભાળે છે. તાજેતરમાં એમને ૨૦૧૮નું ‘ઉમાશંકર જોશી વિશ્વગુજરાતી સન્માન’ જાહેર થયું. એમની સાથેના આ વાર્તાલાપમાં એક વિશ્વગુજરાતી તરીકે એમની અપ્રતીમ છબિ ઉપસે છે.